bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

AAPના વધુ એક ધારાસભ્યના ઘરે EDના દરોડા...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના અન્ય એક ધારાસભ્યના ઘરે પહોંચી હોવાની ચર્ચા શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મટિયાલાથી ધારાસભ્ય ગુલાબ સિંહના ઘરે દરોડા પાડવા માટે EDની ટીમ શનિવારે સવારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, ગુલાબ સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે.

EDની ટીમ શનિવારે સવારે મતિયાલાથી AAP ધારાસભ્ય ગુલાબ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હોવાનાં અહેવાલ અનેક નેશનલ મીડિયામાં પ્રસારિત થયા છે. આ સાથે ન્યૂઝ એજન્સી ANIએ પણ સૂત્રોના હવાલાથી આ અંગે ટ્વિટ કર્યું છે. આ તરફ કાર્યવાહીને લઈ આપ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, EDની સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, તપાસ એજન્સી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે, જેથી કોઈ નેતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ન ઉઠાવી શકે.

બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને હવે અમારા ધારાસભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુલાબ સિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે. 2016માં તેમની છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી કયા કેસમાં કરવામાં આવી રહી છે તે હાલમાં જાણી શકાયું નથી.
AAPના વધુ એક ધારાસભ્યના ઘરે EDના દરોડા