કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)' પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે આજે(29 જાન્યુઆરી) X પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી.
ગૃહ મંત્રાલયે પોસ્ટમાં લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમને અનુરૂપ 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા' (SIMI)ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં નાખવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology