AIMIM ગુજરાતમાં બે લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. યુપી-બિહાર, મહારાષ્ટ્રની સાથે હવે પાર્ટી ગુજરાતમાં પણ પોતાની હાજરીનો અનુભવ કરાવશે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં છ સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ કહ્યું છે કે AIMIM રાજ્યની બે અત્યંત મહત્વની બેઠકો પર પોતાની હાજરી નોંધાવશે. જેમાં ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ભરૂચ બેઠક પર પણ ભાજપનો કબજો છે. 35 વર્ષ પહેલા અહીં કોંગ્રેસના અહેમદ પટેલ સાંસદ હતા. AIMIM ગુજરાત એકમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. કાબલીવાલાએ કહ્યું કે તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો ગમે તે હોય આ ચૂંટણી AIMIM કાર્યકર્તાઓને 2027ની વિધાનસભા ચૂંટણી અને 2026માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયાર કરશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology