bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બજેટ-૨૦૨૪: લક્ષદ્વીપનો બજેટમાં સમાવેશ, જાણો દેશના ટાપુઓ માટે શું કરી જાહેરાત...

લક્ષદ્વીપ સહિત દેશના દરિયાકિનારાને બંદર માર્ગોથી જોડવાની વચગાળાના બજેટમાં જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણએ કરી  છે. PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પર માલદીવના ત્રણ મંત્રીઓએ ટીપ્પણી કરી હતી અને ભારતને નીચુ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત પોતાના દ્વીપો પર પ્રવાસન વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તેની અસર હવે બજેટમાં પણ જોવા મળી હતી.

દેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત લક્ષદ્વીપ સહિત દેશના દરિયાકિનારાને બંદર માર્ગોથી જોડવાની વચગાળાના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓમાં પ્રવાસન માળખાને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના દેશના ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે

લક્ષદ્વીપ સહિત સમગ્ર દેશમાં પ્રવાસન વધારવા માટે માળખાકીય વિકાસ પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું નાણા મંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પર માલદીવના ત્રણ મંત્રીઓએ ટીપ્પણી કરી હતી અને ભારતને નીચુ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ભારતના લોકોએ માલદીવ બોયકોટ ટ્રેંડ ચલાવ્યો હતો અને માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને કાઢી નાખ્યા હતા. હવે ભારત પોતાના દ્વીપો પર પ્રવાસન વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તેની અસર હવે બજેટમાં પણ જોવા મળી હતી.