bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી હાસ્ય ગુંજ્યું, માતા ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો, પિતાએ શેર કરી તસવીર...

ચંડીગઢ. ફરી એકવાર, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં હાસ્ય ગુંજ્યું. તેની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે મૂસેવાલાના  પિતા બલકૌર સિંહે ખુદ પોતાના નાના પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા આ માહિતી આપી હતી,બલકૌર સિંહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં બેસાડ્યા છે. ભગવાનના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને હું તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ માટે આભારી છું.સિધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું.

તમને જણાવી દઈએ કે લોકપ્રિય પંજાબી સિંગર મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. આવી સ્થિતિમાં પરિવારના વારસદારની ખાતર તેના માતા-પિતાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો.સિદ્ધુના ભાઈના જન્મના સમાચાર બહાર આવતા જ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી સિદ્ધુના પિતાની આ પોસ્ટને લગભગ 2 લાખ લાઈક્સ અને 3500 થી વધુ કોમેન્ટ્સ મળી ચુકી છે.

નોંધનીય છે કે 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધુ મૂસેવાલા ની હત્યામાં મહિન્દ્રા બોલેરો અને ટોયોટા કોરોલા નામના બે મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.