લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે
લોકો રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી રહયા છે. આ પ્રદર્શન કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો અને બંધારણીય રક્ષણની માંગ કરવા માટે કરે છે. ગઈ કાલે લદ્દાખ બંધ હતું. કારગિલ અને લેહના રસ્તાઓ પર લોકો એકઠા થયા. આ પ્રદર્શનની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી હતી.
બે સામાજિક-રાજકીય સંગઠનોએ આંદોલનનું નેતૃત્વ કર્યું છે. તેમાં એપેક્સ બોડી લેહ (ABL) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)નો સમાવેશ થાય છે. આ સંગઠનોની ચાર મુખ્ય માંગણીઓ છે, જેમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો, બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષા પગલાં, યુવાનો માટે નોકરીઓમાં અનામત અને લેહ-કારગિલ માટે અલગ સંસદીય મતવિસ્તારની રચનાનો સમાવેશ થાય છે.
4 ડિસેમ્બરે યોજાયેલી પ્રથમ રાઉન્ડની વાટાઘાટોમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની આગેવાની હેઠળની સમિતિએ તેની ભૌગોલિક સ્થિતિ અને વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખ્યું હતું. તેમજ લદ્દાખની "અનોખી સંસ્કૃતિ અને ભાષા"ના રક્ષણ માટેના પગલાં, લદ્દાખના લોકો માટે જમીન અને રોજગારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.
19 ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલયમાં બીજા તબક્કાની વાતચીત થવા જઈ રહી છે. 15 સભ્યોની સમિતિમાં સરકારના આઠ સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં લેફ્ટનન્ટ ગવર્નર, બ્રિગેડિયર બીડી મિશ્રા (નિવૃત્ત), લદ્દાખ (ભાજપ) સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ, કારગિલ અને લેહ બંનેની સ્વાયત્ત હિલ વિકાસ પરિષદના અધ્યક્ષ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology