વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.
એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ PM મોદી રોડ શો દ્વારા લોકોને સંબોધિત કરશે. PM મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી હતી અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દિલ્હી-ગુરુગ્રામ નેશનલ હાઈવે પર શિવ મૂર્તિ ખાતે PM મોદીનું સ્વાગત કરશે. ત્યારબાદ દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુરી હજારો કાર્યકરો સાથે તેમનું સ્વાગત કરશે. આ પછી દિલ્હી ભાજપના લગભગ 25 હજાર કાર્યકર્તાઓ દ્વારકા ટોલ પ્લાઝા પર ફૂલ વરસાવીને PM મોદીનું સ્વાગત કરશે.
પોલીસે જણાવ્યું કે વડાપ્રધાન 11 માર્ચે સેક્ટર-25 દ્વારકામાં દ્વારકા એક્સપ્રેસ વે (UER-II) નું ઉદ્ઘાટન કરશે, જેના માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. દ્વારકાની આસપાસ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology