bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં સર્જાયો ટ્રેન અકસ્માત, માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા...  

દિલ્હીમાં આજે એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પાસે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ખડી પડેલાં ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.