bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું, 15થી વધું લોકોના મોત...

 


માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી કાબૂ બહાર જઈને તળાવમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત એક ડઝનથી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ગ્રામજનોએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે.


યુપીના કાસગંજમાં એક મોટી હોનારત સર્જાઈ છે. માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી કાબૂ બહાર જઈને તળાવમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 7 બાળકો અને મહિલાઓ સહિત એક 15 લોકોના ડૂબી જવાથી મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ગ્રામજનોએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે.    

માઘ પૂર્ણિમા પર્વ નિમિત્તે પટિયાલીના કાદરગંજ ગંગા ઘાટ પર 40 જેટલા શ્રદ્ધાળુઓ એક ટ્રેક્ટર ટ્રોલીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. ત્યારે દરિયાઈવગંજ પોલીસ સ્ટેશન પટિયાલી રોડ પર ગાધઈ ગામ પાસે અચાનક ટ્રેક્ટર-ટ્રોલી કાબૂ બહાર ગઈ અને રસ્તાની બાજુના તળાવમાં પલટી ગઈ. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મૃતકોમાં આઠ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઘણા ગંભીર રીતે ઘાયલ ભક્તોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કેટલાકને રેફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધી અરાજકતાનો માહોલ છે. ડીએમ, એસપી અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે.
મૃતકોમાં એક પરિવારના અનેક લોકો સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સીએમઓ ડૉ. રાજીવ અગ્રવાલે જણાવ્યું કે પટિયાલીના સીએચસીમાં સાત બાળકો અને આઠ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવેલા અન્ય ઘાયલોની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થિતિ વધુ ગંભીર છે

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કાસગંજ જિલ્લામાં માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.