ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરાઈ છે.
ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરાઈ છે. સિંધુ બોર્ડર, ગાઝીપુર, ટિકરી, ચિલ્લા બોર્ડર, કાલિંદી કૂંજ-ડીએનડી-નોઈડા બોર્ડર પર ભીડ ભેગી થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હી, યુપી અને હરિયાણાની પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આ એન્ટ્રી પોઈન્ટ પર રોડ રોલર, ક્રેન, જેસીબી, અને કાંટાળા તાર મૂકાયા છે. ખેડૂતોની એન્ટ્રી રોકવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે ભારે સંખ્યામાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરાઈ છે. પોલીસે નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને ટ્રેક્ટર બસ અને બીજા વાહનોથી દિલ્હીમાં ઘૂસવા દેવામાં નહીં આવે.
હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે મક્કમ છે. ખેડૂતોની જીદ જોતા દિલ્હી પોલીસે સુરક્ષા કારણોસર લાલ કિલ્લો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લાલ કિલ્લાના મેઈન ગેટ પર અનેક લેયરની બેરિકેડિંગ કરાઈ છે. ગેટ પર બસ, ટ્રક ઊભી રાખવામાં આવ્યા છે. જેના કારણે કોઈ ગાડી અંદર દાખલ થઈ શકે નહીં
ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, 'અમે સરકાર પર વિશ્વાસ કર્યો અને 5 કલાક સુધી બેઠકમાં હાજર રહ્યા. ભારતના બે રાજ્યો પંજાબ અને હરિયાણા આંતરરાષ્ટ્રીય સરહદો બની ગઈ છે. ખેડૂતોને તેમના પાસપોર્ટ રદ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. મીટિંગમાં બેઠા હતા ત્યારે અમારા ટ્વિટર હેન્ડલ બંધ થઈ ગયા હતા. સરકાર અમને ફસાવી રાખવા માંગે છે. સરકારે અમારા માટે ખીલા લગાવ્યા છે. અમે અનાજ ઉગાડીએ છીએ. અમારું આંદોલન શાંતિપૂર્ણ છે. સરકાર ગોળી ચલાવશે, છતાં અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમારી માંગણીઓ MSP છે, ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. મીડિયા અમારા વિશે ખોટી વાતો ફેલાવી રહ્યું છે. અમે કોંગ્રેસના સમર્થક નથી, અમે કોંગ્રેસને ભાજપની જેમ દોષિત માનીએ છીએ. નીતિઓ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી હતી અમે ડાબેરી સમર્થકો પણ નથી. અમે ખેડૂત મજૂરોનો અવાજ ઉઠાવી રહ્યા છીએ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology