પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન 17ના વિજેતા મુનાવર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કા બારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન 13 અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ મુનાવર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે. એટલે કે થોડી જ વારમાં પોલીસે મુનવ્વરને છોડી મૂક્યો. મુનવ્વર હાલમાં તેના નવા પ્રોજેક્ટ માટે મુંબઈની બહાર જઈ રહ્યો છે.
પોતાની અટકાયતના સમાચાર બાદ મુનાવર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી, તો બીજી તરફ આ દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ ફ્રી પ્રેસ જનરલને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, “અમારી ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. હુક્કાના નામે તમાકુનો ઉપયોગ થતો હોવાની બાતમી મળ્યા બાદ દરોડા પાડ્યા હતાં. ત્યાંથી મળી આવેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોમાં ફારૂકી પણ સામેલ છે.
વાસ્તવમાં, મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ દરોડા પાડતા હુક્કાબારમાંથી 14 લોકોની અટકાયત કરી હતી. પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સવાલોના જવાબ આપ્યા બાદ પોલીસે મુનવ્વર ફારૂકીને છોડી મૂક્યો હતો. જો કે મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology