મુંબઈને અડીને આવેલા થાણેના કલ્યાણ ઉલ્હાસ નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીજેપીના ધારાસભ્યએ શિંદે જૂથના એક નેતા પર ગોળીબાર કર્યો છે. મળતી માહિતી અનુસાર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી હતી. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને લગભગ 4 ગોળીઓ વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું કેહવામાં આવી રહ્યું છે.શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ ઉપરાંત શિવસેના શિંદે જૂથના રાહુલ પાટીલને પણ ગોળી વાગી છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ મહેશ ગાયકવાડના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોસ્પિટલમાં પણ સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ મામલો શાસક પક્ષના નેતાઓ સાથે જોડાયેલો છે. વાસ્તવમાં કલ્યાણ પૂર્વ શિવસેના (શિંદેજૂથ) શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ કેટલાક પરસ્પર વિવાદના સંદર્ભમાં હિલ લાઇન પોલીસ સ્ટેશન ગયા હતા.આ વાતચીત દરમિયાન વિવાદ એટલો વધી ગયો કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો. મહેશ ગાયકવાડને ચાર જેટલી ગોળી વાગી હતી. આ પછી મહેશ ગાયકવાડ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
થાણેના બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડનો આ વિસ્તારમાં દબદબો છે જ્યારે મહેશ ગાયકવાડનો પણ તે જ વિસ્તારમાં ઘણો પ્રભાવ છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી બંને વચ્ચે ચાલી રહી છે. બે જૂથો વચ્ચે રોજેરોજ વિવાદ થાય છે, પરંતુ આજે વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ પણ થયું અને તે પણ પોલીસ સ્ટેશનની અંદર.
કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ‘મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ગોળી મારી દીધી હતી. તેણે આગળ લખ્યું છે કે, ગોળી ચલાવનારા દેવેન્દ્ર ફડણવીસની નજીક છે, જેને ગોળી વાગી તે મુખ્યમંત્રી શિંદેની નજીક છે, ફાયરિંગની ઘટના સ્થળ પોલીસ સ્ટેશન છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology