bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભાની ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે....

 


લોકસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે જાહેર કરવામાં આવશે. આ સાથે ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. હવે એ વાત તો જાણીતી જ છે કે તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. 

ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે 10 માર્ચ 2019ના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં 7 તબક્કામાં મતદાન થયું હતું.  પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આચારસંહિતા લાગુ થયા બાદ સરકારની સામાન્ય કામગીરીમાં નોંધપાત્ર ફેરફારો થશે.

 1- કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાશે?

માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. 2019માં ચૂંટણી પંચે 7 તબક્કામાં ચૂંટણી યોજી હતી. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પરિણામ 16 મેના રોજ આવ્યું હતું.

2- આદર્શ આચાર સંહિતા શું છે?

ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના બંધારણીય અધિકાર હેઠળ આદર્શ આચાર સંહિતા લાગુ કરે છે. આ અંતર્ગત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આચારસંહિતાનો હેતુ બધા માટે સમાન તકો ઊભી કરવાનો છે.

   3- આચારસંહિતા લાગુ થયા બાદ શું બદલાશે?

આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી યોજનાઓની જાહેરાત કે શિલાન્યાસ પર પ્રતિબંધ રહેશે.

- લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોઇ પણ  સરકારી પ્રોજેકટના શિલાન્યાસ કે કોઈ પણ પ્રકારની યોજનાઓ  શરૂ કરી શકાશે નહીં.

- આચારસંહિતા દરમિયાન, ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ ચૂંટણી પંચની પરવાનગીથી જ થઈ શકે છે. સરકારી ખર્ચે પક્ષની સિદ્ધિઓની જાહેરાતો આપી શકાશે  નહીં.