bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોંગ્રેસના MLA ગળામાં સૂતળી બોમ્બની માળા પહેરીને પહોંચ્યા વિધાનસભા, મચ્યો હડકંપ...  

હરદાના કોંગ્રેસના ધારાસભ્ય રામ કિશોર દોગને વિધાનસભામાં અનોખો વિરોધ કર્યો છે.  ધારાસભ્ય રામ કિશોર દોગને નકલી સૂતળી બોમ્મની માળા પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને લઈને વિપક્ષના ધારાસભ્યોએ ગાંધીજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન  ધારાસભ્યોએ કહ્યું હતું કે 4-4 લાખનું વળતર અને કલેક્ટર-એસપીને હટાવવાથી કંઈ થશે નહીં.

 વિધાનસભા સત્રના બીજા દિવસે ગૃહમાં હરદા બ્લાસ્ટનો મુદ્દો ગુંજ્યો. વિપક્ષે સરકારને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ રણનીતિ અંતર્ગત આજે વિધાનસભા પહોંચેલા હરદાના કોંગ્રેસના ધારાસભ્યે અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.હરદા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે કલેક્ટર ઋષિ ગર્ગને હટાવી દીધા છે. સાથે જ એસપી સંજીવ કુમાર કંચનને હટાવીને ભોપાલ હેડક્વાર્ટર મોકલી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય રામ કિશોરે કહ્યું કે, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ફેક્ટરી ભાજપ નેતા કમલ પટેલની દેકરેખ હેઠળ ચાલી રહી હતી. લોકોનું જીવન તબાહ થઈ ગયું છે. સરકારે સંવેદનશીલતા દાખવવી જોઈએ.