દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થયા બાદ તેમને છ દિવસ માટે ઈડીને રિમાન્ડ પર લેવા સોંપી દેવાયા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે એક પત્રકાર પરિષદ કરીને અનેક પુરાવા રજૂ કરીને ભાજપ પર મની ટ્રેલમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
આપ નેતા આતિશીએ પત્રકારોની સામે મની ટ્રેલનો પુરાવો રજૂ કરતાં કહ્યું કે દિલ્હીના કથિત લીકર કૌભાંડ કેસમાં સત્તાવાર મની ટ્રેલ પકડાઈ ગયો છે. તેના બધા જ પૈસા ભાજપના ખાતામાં ગયા છે. એટલા માટે અમે માગ કરીએ છીએ કે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની ધરપકડ કરવામાં આવે. ઈડી આ કાર્યવાહી કરે. આ સાથે તેમણે ઈડીને ભાજપનો જમણો હાથ ગણાવ્યો હતો.
આતિશીએ આગળ કહ્યું- કહેવાતા કૌભાંડ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ શરદ ચંદ્ર રેડ્ડી છે, જેઓ દવા બનાવતી કંપની અરબિંદો ફાર્માના માલિક છે. શરદચંદ્ર રેડ્ડીને દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કેટલીક દુકાનો પણ મળી હતી. તેમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ક્યારેય સીએમ કેજરીવાલને મળ્યા નથી અને ન તો તેમને AAP સાથે કોઈ લેવાદેવા છે. આ વાત કહેતાની સાથે જ બીજા દિવસે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા પછી એક દિવસ રેડ્ડીએ પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે તેઓ કેજરીવાલને મળ્યા હતા અને દારૂ કૌભાંડ પર દિલ્હીના સીએમ સાથે પણ વાત કરી હતી પરંતુ આ માત્ર નિવેદન છે પણ પૈસા ક્યાં છે?
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology