જાણીતા ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યની 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સિલેક્શન પેનલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગુલઝારને સાહિત્ય અકાદમી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારો મળી ચૂક્યા છે અને તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્યને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગીતકાર ગુલઝાર જે શાનદાર રચનાઓ માટે વિશ્વભરમાં જાણીતા છે, ઉર્દૂ ભાષામાં અતુલ્ય યોગદાન માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ પણ સંસ્કૃત ભાષામાં તેમના યોગદાન માટે સાહિત્યના આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે. તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્ય વિશ્વ વિખ્યાત હિન્દુ આધ્યાત્મિક ગુરુ, શિક્ષક અને 100થી વધુ પુસ્તકો લખ્યા છે. સાથે 22 ભાષાઓનું જ્ઞાન છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે?
જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર અને ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને પહેલીવાર 1965માં મલયાલમ કવિ જી. શંકર કુરુપને કૃતિ ઓડક્કુઝલ માટે આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ભારતના કોઈપણ નાગરિકને મળી શકે છે જે આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત 22 ભાષાઓમાંથી કોઈપણમાં લખે છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology