મુંબઈ એરપોર્ટ પરથી કરોડોના કોકેઈન સાથે વિદેશી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ સિક્રેટ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. આ વિદેશી મહિલા પાસેથી 19 કરોડ 79 લાખ રૂપિયાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલી મહિલા નૈરોબીથી મુંબઈ એરપોર્ટ પર આવી હતી.
મહિલાએ કોકેઈન છુપાવવા માટે જે મગજ વાપર્યું તેનાથી અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. મહિલાએ તેના જૂતામાં કોકેઈન, મોઈશ્ચરાઈઝરની બોટલ અને શેમ્પૂ અને ડીઓડરન્ટની બોટલમાં કોકેઈન છુપાવ્યું હતું. જ્યારે અધિકારીઓએ તેના સામાનની તપાસ કરી તો આ બધું સામે આવ્યું હતું. પોલીસે તમામ સામાન જપ્ત કરી લીધો હતો અને મહિલાની પણ ધરપકડ કરી હતી.
મળેલી બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિદેશી મહિલાના સામાનની તપાસ શરૂ કરી હતી. તેના સામાનમાં તેમને વિવિધ વસ્તુઓમાં છુપાયેલું લાખોનું કોકેઈન મળી આવ્યા હતા. આ તમામ ચીજવસ્તુઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ મહિલાની બેગમાંથી બહાર કાઢવામાં આવેલી વિવિધ બોટલો અને જૂતામાં સફેદ પાવડર કોકેઈન હોવાનું જણાયું હતું. મહિલાની બેગમાંથી લગભગ 1.979 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology