બોલિવૂડ એકટર સલમાનખાન ના ઘર પર ગોળીબાર થયાને આશરે એક મહિનો થઈ ગયો છે.જે મામલે પોલીસે અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. હરપાલ નામનાં વધુ એક વ્યક્તિની ઘરપકડ કરવામાં આવી હતી.ત્યારે તેની સાથે સાંકળયેલી માહિતી સામે આવી રહી છે કે તેણે જ સાગર અને વિક્કી નામનાં શૂટર્સ દ્વારા સલમાનખાનનાં ઘરની રેકી કરાવી હતી.
સલમાન ખાનનાં ઘર પર થયેલ ફાયરિંગ કેસ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમોએ હરપાલસિંહ નામનાં એક ઈસમની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે હરપાલે મોહમ્મદ રફીર નામનાં એક બીજા આરોપીને સલમાનખાનનાં ઘર પર ફાયરિંગ માટે 2 થી 3 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ હવે આ કેસમાં નવી જાણકારી સામે આવી છે. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2023 માં રાયપુર જેલમાંથી બહાર આવ્યા બાદ હરપાલસિંહે જ સલમાન ખાનનાં ઘર પર ફાયરીંગનું ષડયંત્ર રચી રફીતને જણાવ્યું હતું.
ગયા વર્ષે હરપાલ ફાયરીંગ મામલે જ રાયપુર જેલમાં ગયો હતો.જેલ માંથી જામીન પર બહાર આવ્યા બાદ તેણે ફાયરીંગની જાણકારી રફીકને આપી.તેમજ સાથે સાથે શૂટર સાગર પાલ અને વિક્કી ગુપ્તાને ઘર અપાવવા માટે તેમજ ફાયનાન્સ કરવા માટે કહ્યું હતું. આમ, હરપાલે તે બંને ઈસમોને સલમાન ખાનનાં ઘરની રેકી કરવાનું પણ કહ્યું હતું.
સલમાનખાનનાં ઘર પર 14 એપ્રિલનાં રોજ ગોળીબાર થતાં તાત્કાલીક પોલીસ એક્શનમાં આવી ગયા હતી અને બે દિવસમાં ફાયરીંગ કરનાર વ્યક્તિઓની ધરપકડ પણ કરી લીધી હતી.ત્યારે રફીકને શંકા હતી કે તેની પણ ટૂંક સમયમાં પોલીસ દ્વારા ધરપકડ કરાશે. જે બાદ રફીકે હરપાલે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તે પકડાઈ ગયો તો તે હરપાલને છોડશે નહી. હરપાલે રફીકને સમજાવ્યો હતો કે જો પકડાઈ જાય તો પણ ત્રણ-ચાર મહિનમાં જ જામીન મળી જશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology