પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે. હિંસક ઘટનાને પગલે તણાવ સર્જાતા ભીડને વેર વિખર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા. પોલીસે કહ્યું કે સ્થિતિ હાલ કાબૂમાં છે અને વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. ઘાયલોને બહરામપુરના મુર્શીદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાયા છે. પ્રદેશ ભાજપે આરોપ લગાવ્યો કે રેલી પર પથ્થરમારો થયો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ ચૌધરીએ કહ્યું કે રામનવમી પર શોભાયાત્રા કાઢવા માટે પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી હતી પણ શક્તિપુલ બેલડાંગા-2 બ્લોક, મુર્શીદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કર્યો. વિચિત્ર વાત છે કે આ વખતે મમતા પોલીસ આ ભયાનક હુમલામાં ઉપદ્રવીઓની સાથે સામેલ થઈ ગઈ. તેમણે કહ્યું કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા જેથી કરીને શોભાયાત્રા અચાનક સમાપ્ત થઈ જાય, રામભક્તો પર સેલ છોડાયા. બહરામપુરના સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સાંજે વિસ્તારની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે હું માલદામાં ઘર્ષણમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે આવ્યો હતો. પરંતુ ભાજપના કાર્યકરોએ હોસ્પિટલમાં એવો દાવો કરતા વિરોધ પ્રદર્શન કરતા એવું કહ્યું કે હિન્દુઓ પર હુમલો થઈ રહ્યો છે અને જવાબ મારી પાસે માંગવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારાઓએ એ લોકોને પૂછવું જોઈએ જેમણે જવાબ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે તોફાન એક યોજના હેઠળ ભડકાવવામાં આવી રહ્યા છે અને ભાજપનો વિરોધ એ સાબિત કરે છે. મે ચૂંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપુરમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને એસપી ઘટનાસ્થળે છે.
અત્રે જણાવવાનું કે આ ઘટના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શીદાબાદમાં રામનવમી પર તોફાન ફાટી નીકળવાની ચેતવણી આપ્યા બાદ ઘટી છે. તેમની ટિપ્પણી ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં હિંસા અને અધિકારીની કથિત પર્યવેક્ષણની કમીને લઈને મુર્શીદાબાદના પોલીસ ઉપર મહાનિરીક્ષણને હટાવ્યા બાદ આવી છે. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે આજે પણ ફક્ત ભાજપના નિર્દેશ પર મુર્શિદાબાદના DIG ને બદલી નખાયા. હવે જો મુર્શીદાબાદ અને માલદામાં તોફાનો થાય તો જવાબદારી ચૂંટણી પંચની રહેશે. ભાજપ તોફાન અને હિંસા ભડકાવવા માટે પોલીસ અધિકારીઓને બદલવા માંગતો હતો. જો એક પણ તોફાન થયું તો ઈસીઆઈ જવાબદાર હશે કારણ કે તે અહીં કાયદા વ્યવસ્થાની જાળવણી કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology