bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હાઈટેક હથિયાર, અંધાધૂંધ ગોળીબાર, ગ્રેનેડ હુમલો… કઠુઆ આતંકી હુમલામાં 5 જવાન શહીદ, પાંચ દિવસમાં બીજો હુમલો...  

 જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારી સારવાર માટે પંજાબના પઠાણકોટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાને અંજામ આપનારા આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • 2ની હાલત નાજુક

સોમવારે સાંજે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો અને અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું. શરૂઆતમાં 6 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ પછી ચાર જવાનોના શહીદના સમાચાર આવ્યા હતા અને થોડાં સમય પછી અન્ય એક જવાન શહીદ થયો.

  • હુમલા બાદ આતંકીઓની શોધખોળ શરૂ

હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યા અત્યાર સુધી 5 છે. હુમલા પછી, પાંચ જવાનોને પહેલા કઠુઆના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમને પંજાબના પઠાણકોટ સ્થિત આર્મી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.