લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારી એજન્સીઓ અને પોલીસ નાણાંની ગેરરીતિમાં સક્રિય છે. દરમિયાન, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક ખાનગી બસમાંથી 1.38 કરોડ રૂપિયા રોકડા અને 22.3 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે શનિવારે વહેલી સવારે ચૂંટણી પંચ દ્વારા તૈનાત સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ-ગુજરાત સરહદ પર પિટોલ ખાતેની ચેકપોસ્ટ પર સવારે લગભગ 2 વાગ્યે બસમાંથી બિનહિસાબી રોકડ અને ચાંદી મળી આવ્યા હતા, પોલીસે જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણી જાહેરાત થઇ ચુકી છે. અને આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા ચુંટણી પંચ દ્વારા પણ તેની તપાસ કરવામાં આવશે તેમજ કાળુનાણુ હશે તો જપ્ત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.આ રકમ કોની છે અને કયા કારણોસર લઇ જવામાં આવતી હતી તે અંગે તપાસ થઇ રહી છે.ઝાબુંવા જિલ્લાના પીટોલ બોર્ડર પરથી રાત્રે એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાસિંગની રાહુલ ટ્રાવેલ્સની બસની તપાસ કરતા ચોકી ગઇ હતી. ડીકીમાં મુકેલી એક બેગમાંથી બિનવારસી એક કરોડની રોકડ રકમ અને ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બસ ગુજરાતમાં રાજકોટ તરફ આવી રહી હતી. બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ માલિકી દર્શાવી ન હતી.જો કે વધુ તપાસ કર્યા બાદ પોલીસે રોકડ અને ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને આગળ રવાના કરી હતી. અને બસના માલિકને નોટિસ મોકલી બોલાવ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology