જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓને જોતા પોલીસ આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના DGP આરઆર સ્વૈને કહ્યું કે, આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નોંધનિય છે કે, તાજેતરમાં બનેલ આતંકી હુમલાનો ઘટનાઓની વચ્ચે હવે આતંકીઓને મદદ કરનાર ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી DGP આરઆર સ્વૈને કહ્યું કે, બહારથી આવતા આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કડક દુશ્મન એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. એનિમી એજન્ટ એક્ટ યુએપીએ કરતાં વધુ કડક છે.
તેમણે કહ્યું કે, એનિમી એજન્ટ એક્ટ હેઠળ આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ છે. કઠુઆ આતંકી ઘટનાની તપાસ રાજ્યની તપાસ એજન્સી કરી રહી છે જ્યારે રિયાસી આતંકી હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. SSP રિયાસી મોહિતા શર્માએ જણાવ્યું કે આતંકવાદીઓના સહયોગી હકમ (45)ની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઘણી વખત આતંકવાદીઓને આશ્રય આપવામાં સામેલ હતો. ખોરાક અને આશ્રય આપવા સાથે, તેણે માર્ગદર્શક તરીકે કામ કર્યું અને આતંકવાદીઓને સ્થળ સુધી પહોંચવામાં મદદ કરી. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ આતંકી હુમલાની તપાસ કરી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology