bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર...

GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં GMERSની મેડિકલ ફીમાં ઘટાડો કરાયો છે. તેથી ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂપિયા 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂપિયા 12 લાખ ફી રહેશે. 

આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. જેમાં મેડિકલ વિદ્યાર્થીઓની માગને ધ્યાને રાખી સરકારે મેડિકલ કોલેજની ફિમાં ઘટાડો કર્યો છે. અગાઉ ફી વધારીને ૫.૫૦ લાખ અને ૧૭ લાખ કરાઈ હતી જે બાદ વિદ્યાર્થીઓની માગને ધ્યાને રાખી ફરી ઘટાડીને ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂપિયા 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂપિયા 12 લાખ ફી કરી છે.