bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

આસામમાં વરસાદી આફત, અત્યાર સુધી 72 લોકોના મોત...

આસામમાં વરસાદી આફત, અત્યાર સુધી 72 લોકોના મોત થયા છે. 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે. ગઇકાલે વધુ છ લોકોના થયા મોત હતા. મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે.

 રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં 78 લોકોના મોત થયા છે. માત્ર વરસાદી પૂરને કારણે 72 લોકોના મોત થયા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઓછામાં ઓછા 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે. 96 અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.