bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર થયાં ઇજાગ્રસ્ત...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આંજે (27 એપ્રિલ) ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચી હતી, અહીં તેઓ જ્યારે હેલિકોપ્ટરમાં સવાર થઈને જતાં હતા ત્યારે પગ સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો  હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા સ્લીપ થતાં  હેલિકોપ્ટરની અંદર પડી ગયા.  આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  


દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, મમતા સીડીઓ ચઢીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગઈ. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.


 આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જી ઘાયલ થયા હોય. ગયા મહિને 14 માર્ચે બંગાળના સીએમ તેમના ઘરે પડી ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. મમતાના કપાળ પર ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. ટીએમસી દ્વારા મમતાની તસવીરો પણ શેર કરવામાં આવી હતી, જેમાં તેના માથામાંથી લોહી વહેતું જોઈ શકાય છે. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમના પરિવારના સભ્યો તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને ટાંકા આપ્યા.