વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું હતું અને તાત્કાલિક તપાસ કમિટી બનાવી ખાતાકીય, આર્થિક તપાસ તથા કોન્ટ્રાક્ટ સહિતની બાબતોમાં યોગ્ય દિશામાં તપાસ કરવા આદેશ આપ્યા હતા. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ત્યારે હાઈ કોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી. આ ખાતાકીય તપાસમાં 3 અધિકારીની બેદરકારી સામે આવી છે. ત્યારે આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
3 અધિકારીની નિષ્કાળજી છતી થઈ
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ 3 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી, જેમાં તેમની નિષ્કાળજી છતી થઈ. કોર્પોરેશનની આ તપાસમાં કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ અને ઈજનેર જીગર સયાનિયા પણ દોષિત ઠર્યા છે. ત્યારે આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. વિનોદ રાવ અને એચ. એસ. પટેલ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે બંને મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યવાહીના આદેશ અંગે વડોદરા મનપા વિપક્ષ નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે હાઈકોર્ટે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે, તત્કાલિન કમિશનરે બિન અનુભવીઓને કામ આપ્યું હતું. રાજકીય દબાણ વગર કમિશનર આવો નિર્ણય ન લઈ શકે, કોના કહેવાથી આ નિર્ણય લેવાયો છે તે તપાસ થવી જોઈએ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology