bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શેરબજારમાં તેજીનો માહોલ: ન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ...  

 

શેરબજારે આજે જોરદાર શરૂઆત કરી છે અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. શેરબજાર ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની 20 મિનિટની અંદર સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે.

આજે શેરબજાર માટે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત થઈ છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. NSEનો નિફ્ટી 22,529.95 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ અને BSEનો સેન્સેક્સ 74,254.62ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ-ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.


ભારતીય બજારની આજની શરૂઆત 317.27 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઉછાળા સાથે 73,968 ના સ્તર પર થઈ છે અને NSE નિફ્ટી 128.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 22,455 ના સ્તર પર ખુલી છે.

BSE સેન્સેક્સ આજે 74,208ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં 557 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 28 શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં JSW સ્ટીલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.70 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. કોટક બેન્ક 1.55 ટકા અને HDFC બેન્ક 1.25 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 1.15 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.11 ટકા ઉપર છે.

BSE સેન્સેક્સ આજે તેની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યો એટલું જ નહીં, NSE નિફ્ટી પણ તેના સર્વોચ્ચ સ્તરે સ્વિંગ કરી રહ્યો છે. તેના 50 શેરોમાંથી 48 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી રામ ફાઇનાન્સ, એપોલો હોસ્પિટલ્સ અને L&Tના શેરનો સમાવેશ થાય છે.

નિફ્ટીના બે ઘટી રહેલા શેરોમાં ભારતી એરટેલ અને બજાજ ઓટો જ એવા છે જે નબળાઈના રેડ ઝોનમાં છે. ભારતી એરટેલ 0.44 ટકા અને બજાજ ઓટો 0.15 ટકા ઘટ્યા હતા.