મધુબન બાપુધામ વિસ્તારમાં દિલ્હી-મેરઠ માર્ગ પર ટક્કર મારવાનો આરોપ લગાવતા કાવડિયાઓએ પોલીસનો લોગો અને ફ્લેસર લાઈટ લાગેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઈવરને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને કારને રસ્તા પર જ પલટાવી નાખી હતી. માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને કાવડિયાઓને શાંત કરાવ્યા અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે જે ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે તે પ્રાઇવેટ ગાડી છે. ગાડી માલિકે તેને વીજ નિગમના વિજિલેન્સ વિભાગમાં મૂકી છે. કાવડિયાઓની સંખ્યામાં વધારો થવાના કારણે પોલીસે દિલ્હી-મેરઠ માર્ગ વન વે કર્યો છે.
મેરઠથી દિલ્હી તરફ જતી લેન કાવડિયાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે સવારે લગભગ પોણા દસ વાગ્યે પોલીસનો લોગો, સ્કૂટર અને ફ્લેસર લાઈટ લાગેલી બોલેરો કાર કાવડિયાની લેનમાં આવી ગઈ હતી અને કેટલાક કાવડિયાઓને ટક્કર મારી દીધી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઇવરને ગાડીમાંથી ખેંચી કાઢ્યો તેની સાથે ખૂબ માર-પીટ કરી હતી અને પછી લાઠી અને ડંડાથી કાર પર હુમલો કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, કાંવડ યાત્રા દરમિયાન કેટલાક સ્થળોએ સામાન્ય બાબત પર રોષે ભરાવવું અને તોડફોડ તથા મારપીટના સમાચાર સામે આવ્યાં છે. ત્યારે આ વચ્ચે આજે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ યાત્રીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિવ ભક્તિની સાથે આત્મ અનુશાસન પણ જરૂરી છે. સીએમ એ કહ્યું કે, સુગમ અને સુરક્ષિત કાંવડ યાત્રા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈને પણ કોઈ સમસ્યા ન થાય. તેમ છતાં આજે કાવડિયાઓએ તોડફોડ મચાવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology