bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં છૂટાછવાયા વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત...

દિલ્હીવાસીઓને ઘણા દિવસ પછી ગરમીથી રાહત મળી . કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. આજે હવામાન વિભાગ દ્વારા વાદળછાયું વાતાવરણ, આંધી સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયલ સુધી રહી શકે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ગરમી વધવા લાગી છે. આગામી ચાર-પાંચ દિવસમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ શકે પૂર્વ પશ્ચિમ ટ્રફ રેખા પૂર્વી ઉત્તર પ્રદેશથી બાંગ્લાદેશ સુધી બનેલી છે. તેના પ્રભાવથી બિહારના વિસ્તારોમાં તોફાનની સંભાવના છે. બિહારના બક્સર, ભોજપુર, રોહતાસ, ભભુઆ, ઓરંગાબાદ અને અરલલમાં હીટવેવની સંભાવના છે. IMDના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન પૂર્વી ભારતમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે