લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી. તેના બદલે દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારોને પહોંચી વળવા માટે કામ કરતી જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરથી કહ્યુ કે, અહીંના જૂના લોકોને 10 વર્ષ પહેલાંનું મારું ભાષણ યાદ હશે. મેં તમને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખો. હું તમને 60 વર્ષની સમસ્યાઓનો ઉકેલ બતાવીશ. ત્યારે મેં અહીં માતાઓ અને બહેનોના સન્માનની ખાતરી આપી હતી. ગરીબોને બે ટાઈમના ભોજનની ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે જમ્મુ-કાશ્મીરના લાખો પરિવારોને 5 વર્ષ માટે મફત રાશનની ખાતરી આપવામાં આવે છે. આજે લાખો પરિવારોને 5 લાખ રૂપિયાની મફત સારવારની ગેરંટી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસ વર્ષ પહેલા સુધી જમ્મુ-કાશ્મીરમાં કેટલા ગામો હતા? જ્યાં વહેતું પાણી અને રસ્તા નહોતા. આજે દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી રહી છે. મોદીએ કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબુદ કરી.અન્ય કોઈ રાજકીય પક્ષમાં તેને હટાવવાની હિંમત નહોતી.
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. ભાજપે ઉધમપુરથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને ફરી ટિકિટ આપી છે. મોદીની રેલીને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉધમપુર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાડમેરમાં વિજય શંખનાદ જનસભાને સંબોધશે. આ પછી સાંજે સોમનાથ ચારરસ્તાથી દૌસાના ગુપ્તેશ્વર દરવાજા સુધી રોડ શો કાઢવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology