ઉત્તરાખંડ ભાજપના નેતા આદિત્યરાજ સૈની પર 13 વર્ષની કિશોરીના ગેંગરેપ અને મર્ડરનો આરોપ લાગ્યો છે ઉત્તરાખંડમાં ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસમાં ભાજપના નેતાની સંડોવણી હજુ લોકમાનસમાં તાજી છે ત્યારે અહીં ફરી વાર ભાજપના એક નેતાની દરિંદગી લોકો ભારે આઘાત પામ્યાં છે. ભાજપ નેતા આદિત્યરાજ સૈની હરિદ્વારમાં 13 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ અને હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ આરોપી ભાજપ નેતા તેની લોહીથી લથપથ લાશને હાઈવે પર ફેંકીને ફરાર થઈ ગયો હતો. ઉત્તરાખંડ ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યો બીજી તરફ મામલો સામે આવ્યા બાદ ઉત્તરાખંડ ભાજપે આરોપી નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે તેમજ તેને OBC કમિશનમાંથી પણ દૂર કરાયો છે. 13 વર્ષની સગીર બાળકી સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ પરિવારજનોમાં રોષ છે. મૃતક બાળકીની માતાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. માતાનું કહેવું છે કે 23 જૂનની સાંજે અમિત સૈની તેની પુત્રીને પોતાની સાથે લઈ ગયો હતો. મોડી રાત સુધી પુત્રી પરત ન આવતાં તેણે તેણીનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. અમિતે કોલ રિસીવ કર્યો. તેણે કહ્યું કે તેની પુત્રી થોડા સમય પછી પરત આવશે પરંતુ તે ઘરે પહોંચી ન હતી અને ફોન પણ બંધ હતો. માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપી છેલ્લા છ મહિનાથી તેની પુત્રી પર લગ્નના બહાને બળાત્કાર ગુજારતો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology