ઉત્તરાખંડ ચારધામની યાત્રા ચાલી રહી છે. રોજે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે. ગંગોત્રી,યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આ ચારેય તીર્થ સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે સૌથી વધારે કેદારનાથમાં લોકોએ દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. 10 મેથી લઇને 7 જૂન સુધી કેદારનાથમાં 7 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ભોલે નાથના દર્શન કરવા ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો . રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 7,10,698 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી . મહત્વનું છે કે કેદારનાથ ધામ 11મું જ્યોતિર્લિંગ છે. કેદારનાથ ધામના દરવાજા ખોલ્યા બાદ આ વર્ષે 10 મેથી યાત્રા શરૂ થઈ હતી મહત્વનું છે કે કેદાનાથ ધામની યાત્રા પર જતા પહેલા દરેક ભક્ત માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ 22 મેના રોજ ફરજિયાત નોંધણી માટે એક એડવાઈઝરી બહાર પાડી હતી. હાલ હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું . જ્યારે ભક્તો હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને ચારધામ યાત્રા પર જઈ શકશે. સરકારે યાત્રિકોને રજીસ્ટ્રેશન કર્યા પછી જ નિર્ધારિત તારીખે તીર્થયાત્રા માટે આવવાની સલાહ આપી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology