bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહારાષ્ટ્રમાં કોણ બનશે વિપક્ષમાં CM પદનો ચહેરો, વિધાનસભા ચૂંટણી પહેલા MVAમાં કોકડું ગૂંચવાયું...  

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના માટે તમામ રાજકીય પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ મહાયુતિ એટલે કે એન.ડી.એ. અને વિપક્ષ એટલે કે મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે અંગે મહાવિકાસ આઘાડીમાં પરસ્પર વિવાદ શરૂ થયો છે.

  • કોંગ્રેસનું શું કહેવું છે?

મહારાષ્ટ્ર કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રમેશ ચેન્નીથલાએ મહાવિકાસ આઘાડીના મુખ્યમંત્રી પદના ચહેરા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ મામલે તેમણે કહ્યું કે, 'હાલમાં અમે મુખ્યમંત્રીના ચહેરા વિશે કોઈ ચર્ચા કરી નથી. એમવીએ અમારો ચહેરો છે અને અમે આ ચહેરા પર ચૂંટણી લડી રહ્યા છીએ. મુખ્યમંત્રીના ચહેરા પર અમારી કોઈ ચર્ચા થઈ નથી અને ચૂંટણી પછી જ મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા કરીશું.'

  • સંજય રાઉતનો મોટો દાવો

મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે તેને લઈને શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં આગામી સરકાર મહાવિકાસ આઘાડીની જ બનશે. કોઈપણ સંજોગોમાં માત્ર ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્ર આવશે.  આ વખતે મહાવિકાસ આઘાડીની સરકાર આવશે તો તેને કોઈ રોકી શકશે નહીં. ચૂંટણી આવે ત્યારે તમે ગમે તેટલા પૈસા વહેંચો, ગમે તેટલી યોજનાઓ લાવો, મત ખરીદવાનો પ્રયાસ કરો, ચૂંટણીમાં તમે ચોક્કસ હારી જશો.'

ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી કમાન્ડ સોંપવા પર સંજય રાઉતે કહ્યું કે, 'આ સારી વાત છે, અમારા માટે સારો સંકેત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર આવશે અને બને તેટલી સભાઓ કરશે અને દેવેન્દ્ર ફડણવીસ તેના સૂત્રધાર હશે. તેથી આ એક સારો સંકેત છે, આનાથી અમારી 25 બેઠકો વધુ વધશે.'