bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જમ્મુ-કાશ્મીરમાં શાળાના બાળકોને લઈ જતી બોટ જેલમ નદીમાં પલટી, 4ના મોત, 12થી વધુ લોકો હતાં સવાર...  

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના બની. શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો ગુમ છે. માહિતી મળતા જ પ્રશાસને રેસ્ક્યુ ટીમ મોકલી હતી. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે. દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.આ મામલાને લઈને, શ્રીનગરના જિલ્લા પ્રશાસને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તે ચાલુ છે.SDRFના બચાવ અભિયાનમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્રણ ઘાયલોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે