આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશની પાંચ પ્રતિષ્ઠિત હસ્તીઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરશે. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યક્તિત્વો (ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન)ને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવશે. બિહાર માટે પણ આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે.
ભાજપના સૌથી વરિષ્ઠ અને શક્તિશાળી નેતા ગણાતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે. અડવાણીને 31મી માર્ચે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન PM મોદી સહિત પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓ હાજર રહી શકે છે.
તમને જણાવી દઈએ કે, આજે જે લોકોનું સન્માન કરવામાં આવશે તેમાં કર્પૂરી ઠાકુર, એમએસ સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણીની તબિયત સારી નથી તેથી તેમને બીજા દિવસે એટલે કે 31 માર્ચે તેમના નિવાસસ્થાને 'ભારત રત્ન' આપવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology