bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શેરબજારમાં ફરી પાછી તેજીનો જુવાળ, સેન્સેક્સ-નિફ્ટી ઑલટાઈમ હાઈ...

શેરબજારમાં ફરી પાછા તેજીવાળા સક્રિય બન્યા છે. બે દિવસના કોન્સોલિડેશન બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીએ આકર્ષક ઉછાળા સાથે શરૂઆત કર્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે ઐતિહાસિક સપાટીએ બંધ આપ્યું છે. રોકાણકારોની મૂડી પણ 1.51 લાખ કરોડ વધી છે.

સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 391.26 પોઈન્ટ ઉછાળા સાથે 80351.64ની નવી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો છે. જે અંતિમ સેશનમાં 80397.17ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ 24443.60ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 112.65 પોઈન્ટ ઉછાળા સાથે 24433.20 પર બંધ રહ્યો હતો.

  • માર્કેટ કેપ પ્રથમ વખત 451 લાખ કરોડ ક્રોસ

બીએસઈ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 451.26 લાખ કરોડ ક્રોસ થઈ છે. બીએસઈ ખાતે આજે 331 શેર્સ વર્ષની નવી ટોચે અને 323 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 24 શેર્સ વર્ષના તળિયે અને 244 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 4026 શેર્સમાંથી 2021 શેર્સ સુધારા તરફી અને 1913 શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ 1.23 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.01 ટકા, ઓટો 2.17 ટકા, હેલ્થકેર 1 ટકા, એફએમસીજી 1.06 ટકા ઉછાળે બંધ રહ્યા છે. સ્મોલકેપ, મિડ કેપ અને લાર્જકેપ પણ નવી ટોચે પહોંચ્યા છે.