bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે પાટણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી જાહેરસભા સંબોધશે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યની તમામ 25 બેઠકો પર એક સાથે મતદાન થશે. સુરતમાં બીજીપી પહેલા જ જીતી ચૂકી છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસો હોવાથી કેન્દ્રમાંથી રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે મતદારો પાસે મત માંગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્ય , આગેવાનો સહિત INDIA ગઢબંઘનના નેતાઓ પણ હાજર રહેશે. પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા ૨૦૧૭ બાદ એટલે કે ૭ વર્ષ બાદ થતાં જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. જાહેરસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે.