દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે પણ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત મળી નથી. વાત જાણે એમ છે કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી હવે 18 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. આ સાથે કોર્ટે EDને જણાવવા કહ્યું કે, દરેક આરોપીએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં અત્યાર સુધી કેટલો સમય લીધો છે.
મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ 2 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેઓ શરતી જામીન પણ સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, સિસોદિયાને પણ તે જ રીતે જામીન મળી શકે છે જે રીતે તેમને જામીન મળ્યા હતા.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology