કેદારનાથમાં એક ચમત્કાર જેવી ઘટના સામે આવી છે. અહીં SDRFની ટીમે કલાકો સુધી પથ્થર નીચે દટાયેલા વ્યક્તિને મોતના મોંમાંથી બહાર કાઢ્યો હતો. અહીં ફૂટપાથ પર પથ્થરો નીચે દટાયેલા એક વ્યક્તિને SDRF જવાનોએ નવ કલાકની જહેમત બાદ બચાવી લીધો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને SDRF જવાનોની પ્રશંસા થઈ રહી છે.
SDRFના અનુસાર, પોલીસની સૂચના પર SDRFની એક ટીમ ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે બુધવારે રાત્રે છોટી લિચોલી તરફ આગળ વધી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. તેમજ વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે SDRFની ટીમે પરિસ્થિતિને સંભાળી અને લોકોને સલામત સ્થળે પહોચાડ્યા હતા. ટીમે રાત્રીના અંધારામાં પણ શોધખોળ કરી હતી. તે પછી ગુરુવારે સવારે 3.30 વાગે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ટીમને કોઈની મદદ માગવાનો અવાજ સાંભળ્યો હતો. તેના પછી ટીમે જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 9 કલાક સુધી દટાયેલા શખ્સનો જીવ બચાવ્યો હતો જો કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
આ ઘટના પછી લોકોમાં ખુશીનો પાર ન રહ્યો. પથ્થરોમાંથી બહાર કાઢ્યા પછી શખ્સને તરત હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. SDRF રેસ્ક્યુ ટીમમાં SI પ્રેમ સિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રેમ, કોન્સ્ટેબલ દિગંબર, રામનરેશ, ધર્મેન્દ્ર ગોસાઈ, હોમગાર્ડ અરુણ અને અશોક કુમાર સામેલ હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology