bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શેરબજારમાં મજબૂતી, સેન્સેક્સ 74 હજારને પાર, નિફ્ટી 22450ની ઉપર....

ભારતીય શેરબજારની આજની મુવમેન્ટ ઝડપી છે. માર્કેટ ઓપનિંગ ઘટાડામાં હોવા છતાં, શેરબજારમાં ફરી ગતિ આવી છે અને સેન્સેક્સ ફરીથી 74,000ની સપાટીને પાર કરી રહ્યો છે. શેરબજાર ખુલ્યાના એક કલાક બાદ એટલે કે સવારે 10.20 વાગ્યે સેન્સેક્સ-નિફ્ટી ખૂબ જ ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 245.79 પોઈન્ટ અથવા 0.33 ટકાના સારા ઉછાળા સાથે 74,098 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એનએસઈનો નિફ્ટી 63.45 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા બાદ 22,465 પર ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે માત્ર 7 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના લાભકર્તાઓમાં, એક્સિસ બેન્ક લગભગ 4 ટકા અને સન ફાર્મા 1.61 ટકા ઉપર છે. આજે HCL ટેક 1.58 ટકા અને SBI 1.27 ટકા ઉપર છે. ICICI બેન્ક 1.23 ટકા અને SBI 1.22 ટકા ઉપર છે, જો આપણે નિફ્ટી શેર્સ પર નજર કરીએ તો તેના 50માંથી 33 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 16 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.