મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને રવિવારે રાજ્યના છતરપુર જિલ્લામાં એક સભાને સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં એકાએક સ્ટેજ તૂટ્યો હતો. સ્ટેજ પર ભારે ભીડ થઈ જતાં એકાએક સ્ટેજ તૂટી પડ્યો હતો જેના પછી સુરક્ષા કારણોસર મુખ્યમંત્રી મોહન યાદવને નીચે ઉતારી દેવાયા હતા. આ દરમિયાન તેમનું ભાષણ પણ અટકાવી દેવામાં આવ્યું હતું. આ ઘટના છત્રાસાલ વિસ્તારમાં બની હતી.
ટીકમગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર સિંહ જ્યારે અસ્થાયી સ્ટેજ પર ચઢીને જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે ઘણા લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા. આ પછી મુખ્યમંત્રી મોહન યાદવએ ચેતવણી આપવી પડી હતી કે મોટી ભીડને કારણે સ્ટેજ તૂટી શકે છે. થોડી વારમાં સ્ટેજ એકાએક તૂટ્યો. મુખ્યમંત્રીના સુરક્ષાકર્મીઓ સ્ટેજ પર પહોંચ્યા અને તેમને નીચે ઉતાર્યા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology