bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા...  

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેમજ સમગ્ર દેશમાં અલગ અલગ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને રાજકોટની 100થી વધુ વિધાર્થિનીઓ દ્વારા રાજકોટ શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિધાર્થિનીઓએ કાલાવસ્ત્રો પેહરી કોલકત્તામાં બનેલી ઘટનાનો વિરોધ કર્યો હતો. કોટેચા ચોકથી લઇ રેસકોર્સ રિંગરોડ અને ફરી કોટેચા ચોક સુધીનો રેલીનો રૂટ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે કોલકત્તામાં બનેલી ઘટનામાં દીકરી મારનારને એજ રીતે મારવા જોઈએ જે રીતે એને એક માસુમને મારી. તેમજ અમારી એક જ માંગ છે કે, આ ગોઝારી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી ઝડપી લઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને ફાસી આપવામાં આવે
તેવી માંગ ઉઠી રહી છે