સિક્કિમમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી મુસાફરો ફસાયા હતા. મુસાફરો માટે સુરક્ષા દળો દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધી 15 પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા સિક્કિમમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી મુસાફરો ફસાયા હતા. મુસાફરો માટે સુરક્ષા દળોનું રેસ્ક્યું ઓપરેશન યથાવત છે. લાચુંગ અને મંગન જીલ્લાનાં ઉત્તરીય પ્રદેશોમાં ફસાયેલા મુસાફરોને બહાર કઢાયા હતા. મુસાફરો માટે વૈકલ્પિક રસ્તાની સુરક્ષા દળોએ વ્યવસ્થા કરી હતી. અત્યાર સુધી 15 પ્રવાસીઓને બહાર કઢાયા છે. તેમજ BRO, SDRF, NDRF અને સ્વયંસેવકો મદદ કરી રહ્યા છે. જીલ્લા પ્રશાસન મુસાફરોનાં રેસ્ક્યૂં માટે કામ કરી રહ્યું છે. મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે 12/13 જૂનથી ઉત્તર સિક્કિમમાં ફસાયેલા 1,200 થી વધુ પ્રવાસીઓનું સ્થળાંતર શરૂ થયું હતું. ત્રિશક્તિ કોર્પ્સની ટુકડીઓ સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવતી રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે મોટા પ્રમાણમાં મદદ કરી રહી છે. મોટી સંખ્યામાં ભૂસ્ખલનને કારણે પ્રવાસીઓને પગપાળા અને વાહન દ્વારા જ્યાં પણ કનેક્ટિવિટી છે ત્યાં પંથકમાં ખસેડવામાં આવી રહ્યા છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology