bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 મહિલાએ અનામતનો લાભ મેળવવા હિંદુ ધર્મ સ્વીકાર્યો; સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી....  

જો કોઈ વ્યક્તિ માત્ર અનામતનો લાભ મેળવવા માટે કોઈપણ વિશ્વાસ વિના ધર્માંતરણ કરે છે તો તે અનામતની નીતિની સામાજિક ભાવનાની વિરુદ્ધ હશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો. કોર્ટે મહિલાને અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. મહિલાએ પુડુચેરીમાં ઉચ્ચ વિભાગની કારકુની પોસ્ટમાં નોકરી મેળવવાના હેતુથી આ પ્રમાણપત્ર માંગ્યું હતું. તેણીએ દાવો કર્યો હતો કે તે હિન્દુ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં જોડાઈ હતી. જસ્ટિસ પંકજ મિથલ અને આર મહાદેવનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું, "આ કેસમાં રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અપીલકર્તા ખ્રિસ્તી ધર્મ પાળે છે અને નિયમિતપણે ચર્ચમાં જાય છે. આ હોવા છતાં, તેણી પોતાને હિંદુ તરીકે વર્ણવે છે અને નોકરી માટે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની માંગ કરી હતી. તેમનું બેધારી તલવારવાલો દાવો અસ્વીકાર્ય છે. અને તે બાપ્તિસ્મ લીધા પછી તે પોતાને હિન્દુ તરીકે ઓળખ ન આપી શકે." કોર્ટે વધુમાં કહ્યું કે, "તેથી, અનામતના લાભ માટે ખ્રિસ્તી ધર્મને અનુસૂચિત જાતિનો સામાજિક દરજ્જો આપવો એ બંધારણની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે અને તે છેતરપિંડી સમાન હશે." કોર્ટે કહ્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને દરેક નાગરિકને બંધારણ હેઠળ પોતાનો ધર્મ માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે.