પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરવા માટે બીજેપીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી કોલકાતા પહોંચી હતી. હાલ ભાજપ કાર્યાલયની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.પશ્ચિમ બંગાળના કોલકાતામાં BJP ઑફિસની બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. આ અંગેની માહિતી મળતા જ બંગાળ પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ભાજપ કાર્યાલયની બહાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા ડોગ સ્કવોડ, પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓફિસની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે દરમિયાન, BJP IT સેલના વડા અમિત માલવિયાએ પોસ્ટ કર્યું છે કે કોલકાતાના મધ્યમાં BJPના 6, મુરલીધર લેન ઑફિસની બહાર એક દેશ નિર્મિત બોમ્બ મળી આવ્યો હતો, જ્યારે ચૂંટણી પછીની હિંસાની તપાસ કરતી હાઇ પ્રોફાઇલ ફેક્ટ-ફાઇન્ડિંગ એજન્સી ફાઈન્ડિંગ કમિટી ઓફિસમાં આવી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, યુપીના ડીજીપી અને અન્ય ઘણા લોકો સામેલ હતા. માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના ગૃહમંત્રી તરીકે મમતા બેનર્જી આ ક્ષતિ માટે સીધી રીતે જવાબદાર છે દરમિયાન પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2024 બાદ થયેલી હિંસાની તપાસ કરવા માટે બીજેપીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રવિવારે કોલકાતા પહોંચી હતી . આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે મારે માત્ર એક જ વાત કરવી છે. જ્યારે આખા દેશમાં ચૂંટણી થાય છે ત્યારે ચૂંટણી પછી માત્ર બંગાળમાં જ હિંસા કેમ થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology