bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોંગ્રેસ સાંસદ ફૂલો દેવી નેતામ સંસદમાં બેહોશ થઈ ગયા, NEET મુદ્દે વિરોધ કરતી વખતે તેમની તબિયત લથડી.....

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી આજે લોકસભા અને રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેની સાંસદો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. આ ચર્ચા વચ્ચે આજે વિપક્ષે NEET મુદ્દે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. ચર્ચા દરમિયાન વિપક્ષ NEET પરીક્ષા મામલામાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવી રહ્યો છે અને તેના પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિના આ સંબોધન પછી આજે લોકસભા અને રાજ્યસભા બંનેમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેના પર સાંસદો ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચા વચ્ચે આજે વિપક્ષે NEET મુદ્દે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો.

કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામને ચક્કર આવતાં સંસદમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે સાંસદ NEET મુદ્દે ગૃહમાં વિરોધ કરી રહ્યા હતા. તેને આરએમએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા....