PM મોદી 22મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે આજે એટલે કે 08 જુલાઈ 2024ના રોજ રશિયાની બે દિવસીય મુલાકાતે રવાના થઈ રહ્યા છે. પશ્ચિમી દેશો પણ મોદીની મુલાકાત પર નજર રાખી રહ્યા છે.
પીએમ મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસ માટે રવાના થઈ રહ્યા છે . પીએમ મોદીની આ મુલાકાતને લઈને રશિયા ખૂબ જ ઉત્સુક છે અને તેને ભારત-રશિયા સંબંધો માટે મહત્વપૂર્ણ માને છે. રશિયન રાષ્ટ્રપતિના ઓફિશિયલ નિવાસસ્થાન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ વાત કહી.
ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે, પશ્ચિમી દેશો મોદીની મુલાકાતને ઈર્ષ્યાની નજરે જુએ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી 8 અને 9 જુલાઈના રોજ મોસ્કોમાં હશે, ત્યારબાદ તેઓ ઓસ્ટ્રિયા જશે. આ દરમિયાન મોદી રશિયામાં યોજાનારી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
પીએમ મોદી પુતિન સાથે કરશે અનૌપચારિક વાતચીત
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. બીજી તરફ ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે રાજ્યના ટેલિવિઝન ‘વીજીટીઆરકે’ પર કહ્યું કે, મોસ્કોમાં અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન અનૌપચારિક વાતચીત પણ કરશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology