બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે નાસભાગ મચી જવાના અહેવાલ સામે આવ્યા છે. આ નાસભાગમાં 7 ભક્તો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્ય અનેક ઘાયલ થયા હતા. શ્રાવણના સોમવારને લીધે ભારે સંખ્યામાં પૂજા માટે શ્રદ્ધાળુઓ એકજૂટ થયા હતા. મંદિરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી હતી.
પોલીસે કહ્યું કે શ્રાવણના ત્રીજા સોમવારને લીધે ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતાં રસ્તા પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે લાઈનમાં ઊભેલા ભક્તો વચ્ચે ધક્કા-મુક્કી થતાં રેલિંગ તૂટી પડી અને આ દુર્ઘટના સર્જાઈ.
નાસભાગની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ડ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. પોલીસ મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી. જહાનાબાદના એસએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. મૃતકો અને ઘાયલોના પરિજનોની શોધખોળ શરૂ કરાઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology