bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા 2024ની ચૂંટણી પહેલા જ ભાજપને લાગ્યો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આપ્યું રાજીનામું....   

લોકસભા ચૂંટણીના પહેલા જ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોમાવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે ગઈ કાલે ભાજપને રામ-રામ કર્યા  છે. આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બિરેન્દ્ર સિંહની પત્ની અને પૂર્વ ધારાસભ્ય પ્રેમલતાએ પણ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ પુત્ર બ્રિજેન્દ્ર સિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.

 ઉલ્લેખનીય છે કે બ્રિજેન્દ્ર સિંહે 2019માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી.  બ્રિજેન્દ્ર સિંહ હાલ હિસારથી સાંસદ છે અને તેમણે 2019માં IAS નોકરી છોડી અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે કહ્યું કે 'મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમલતાએ પણ રાજીનામું આપી દીધું છે.' 

બિરેન્દ્ર સિંહ હરિયાણાના મોટા જાટ નેતા તરીકે ઓળખાય છે. તેઓ 10 વર્ષ પહેલા 2014માં કોંગ્રેસ સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. આ પછી ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા