સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા મણિપુર હિંસા મામલે આડકતરી રીતે ટકોર કરવામાં આવ્યાં બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે. મણિપુર હિંસા મામલે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. મણિપુરમાં છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી બે આદિવાસી સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી જેમાં 200થી વધુના મોત થઈ ચૂક્યાં છે. હજુ પણ મણિપુરની આગ સળગી રહી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ચીફ તપન ડેકા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ, મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશી, મણિપુરના ડીજીપી રાજીવ સિંહ અને ડીજી આસામ રાઈફલ્સ હાજર રહ્યા મોહન ભાગવતની ચિંતા બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે. હવે આ દિશામાં ગંભીર પ્રયાસો થઈ શકે છે. 10 જૂનના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે એક વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે કહ્યું, “મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ પહેલા મણિપુરમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે. મણિપુરની સ્થિતિને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી પડશે. ચૂંટણી રેટરિકથી ઉપર ઊઠવાની અને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.'' આરએસએસના વડાએ કહ્યું કે અશાંતિ કાં તો ઉશ્કેરવામાં આવી હતી અથવા ઉશ્કેરવામાં આવી હતી, પરંતુ મણિપુર સળગી રહ્યું છે અને લોકો તેની ગરમીનો સામનો કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology